એક દર્દી એકવાર પશુના ડૉકટર પાસે ગયો.
દર્દી : હું એક મહીનાની વેકેશન પર આવ્યો છું અને મારે મારી બરાબર સારવાર કરાવવી છે .
ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું .
દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે .
ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ?
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું .
હરણની જેમ જોબ પર જવા દોડું છું .
આખો દી... Read Full Story
પ્યારા મિત્રો..પ્રિય વાચકો..
૨૦૦૭થી પ્રારંભ થયેલી..આ “ફૂલવાડી”..આપ સૌ ની દુહા, પ્રોત્સાહનથી મહેંકી રહી છે…દિન-પ્રતીદિના આપણી ગુજરાતી માત્રૃભાષા પ્રદેશમાં ગુજરાતી સાહિત્ય રસિકો અને ગુજરાતી સંતાનોને મીઠું અમૃતભર્યું ભાષાનું ધાવણ આપી તુપ્તિ આપે છે, આનંદ આપે છે, એનું મને ગૌરવ છે.આશા છે કે મિશાલ, ધ્યેય ચાલું રહે અને આપણી ગુજરાતી માવડી પરદેશમાં સદા અમૃતપાન કરાવ્યા કરે..અને આપણે સૌ આપણી ગુજરાતી-માતૃભાષાના એક સારા સંતાન બની એનું જતન, વંદન કરતા રહી એ એજ શુભેચ... Read Full Story
દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં
સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં
પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં
ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં
જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં
એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં
અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમા... Read Full Story
સ્વર્ગ આવવું નથી કે રહેવું નથી નાથ મારે ત્યાં,
યાચુ એટલું ફરી ફરી માનવ જન્મ દેજે અહીં.
સુખ-સાહિબીની જાહોજલાલી હોય જ્યાં ના ફિકરની કોઈ ત્યાં!
એવા સ્વર્ગમાં મારે ત્યાં રહેવું નથી..યાચુ એટલું
દેવ બની નથી પીવી કોઈ મદીરા,કે જોવા નાચ-ગાન અપ્સરાના,
પિવડાવવું પાણી તરસથી તડપતા માનવીને અહી…યાચુ એટલું
જ્યાં નથી કોઈ આંસુ હર્ષ કે શોકના એવું સ્થળ ગમતું નથી,
આંસુ પી,પી ને જીવનારા સાથે રહેવું મારે અહીં..યાચુ એટલું
જ્યાં આત્મા હવા બની ... Read Full Story
કહો,આ વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?
અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.
અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું,
અમારા અંતરે વસવા તણું એ ઠીક બહાનું છે.
ન કહેશો કે શમાની રોશની અમ મંદિરે દીઠી,
અમારા મંદિરે જ્યોતિ તણા દરિયાવ ભાનું છે.
મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં,દિલબર!
તમારા બિન્દુમાં સાગર શમ્યા એ પણ મજાનું છે.
ઘડીભર મને કહે છે કે તમારો સંગ ના યાચું,
છતાં આજીઝ બનું છું કે હઠીલું દિલ દિવાનું છે.
તમારા ખોફ ને રહેમત તણી બરદાસ્ત આદરવી,
અમારું... Read Full Story
‘ બા, આજ કેમ મોડા ?’..તમારા માટે આજે શીલા ઘેરથી તમારા ભાવતી ખાંડવી લાવી છે’ ‘બેટા, રસ્તામાં કેટલો મોટો એક્સિડ્ન્ટ થયો છે! , ‘ ‘ક્યાં? કયાં? ’ હિલક્રોફ્ટ અને પેલા ઇન્ડીયન શૉપિંગ સેન્ટર પાસે, એમ્બુલન્સ, બે ત્રણ પોલીસ કાર..’ ‘કોઈ આપણા દેશી?’ ‘હા..એક બહેન પંજાબી પહેર્યું હતું પણ ક્રાઉડ અને પોલીસ આજુબાજુ હતા એથી કોણ હતુ એ જાણી ના શકી. એક કાર તો બહુંજ ડેમેજ થયેલી હતી’..’કોઈને બહું વાગ્યું નથી ને બા?... Read Full Story
આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ…
બેઉ બોજ ખેંચતા કાવડ બની ગઈ જિંદગી!
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફકત શ્વાસોચ્છાસની અટકળ બની ગઈ જિંદગી!
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી!
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાલની અબજો અજીઠી પળ બની ગઈ જિંદગી!
ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો-
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યાં... Read Full Story